Friday, 6 February 2026

'कठपुतलियों का युग' : गुजराती अनुवाद

 गुजराती जानने वाले मित्रो, मेरी एक कविता "कठपुतलियों का युग" अब आप पढ़ सकते हैं गुजराती में भी. अनुवाद किया है भगवान थावराणी जी ने. मूल कविता कमेंट बॉक्स में ...

|| કઠપુતળીઓનો યુગ ||
કઠપુતળીઓને નચાવાઈ રહી છે
પોતાના નૃત્યના કૌશલ પર કઠપુતળીઓ રાજીના રેડ છે
દર્શકો મુગ્ધ છે
દોરી અદ્રશ્ય છે
નચાવનારા નેપથ્યમાં મંદ મંદ મરકે છે
ચોતરફ હો - હો છે
કઠપુતળીઓ ભ્રમમાં છે
એમને લાગે છે, એ જાતે નાચે છે
કઠપુતળીઓ ધીરે - ધીરે વિસરી રહી છે
દોરીનું અસ્તિત્વ.
પ્રેક્ષકો ભૂલી રહ્યા છે
કઠપુતળીઓની અસલિયત
જે જાણે છે
દોરીનું સત્ય
જે જાણે છે
કઠપુતળી પાછળની વાસ્તવિકતા
એમને ઠેરવવામાં આવે છે આંધળા અને અજ્ઞાની
આ આજનો યુગ છે
આ કઠપુતળીઓનો યુગ છે
આ અસત્ય પર પોરસાવાનો યુગ છે
આ સત્ય પર અકળાવાનો યુગ છે.
- નીરજ નીર Neeraj Neer
- હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી

No comments:

Post a Comment

आपकी टिप्पणी मेरे लिए बहुत मूल्यवान है. आपकी टिप्पणी के लिए आपका बहुत आभार.

Related Posts Plugin for WordPress, Blogger...